કહેવા દો સાહેબ આજે મારે કાંઈક કહેવું છે,
સમંદર તો ઘણાં જોયા મારે નદીની જેમ વહેવું છે,

કહેનારા તો કેશે કે આવું તો કાંઈ હોતું હશે ?
મારે તો બસ મારી મસ્તીમાં મગન રહેવું છે,

ભલે કરે, કરવા દો દુનિયાને ખોદણી અમિત’,
આપણે તો સદા આપણી મસ્તીમાં રહેવું છે,

મને આશ નથી કોઈની ખુશામતખોરીની કદી,
પણ, જો કરે બેઘડી કદર તો કદરદાન થવું છે.
                                                                                                       
-     અમિત પ્રજાપતિ પારિજાત



11 Comments

  1. Replies
    1. દિલથી આભાર મિત્ર..🤗💓

      Delete
  2. લખવું મારે પણ સાહેબ,
    શું કરું પણ તેના માટે મારી પાસે શબ્દો નથી,
    કારણ કે જેને આજીવન પેટે પાટા બાંધી,
    તમારું જીવન બનાવ્યું હોય,
    તેના માટે મારી કે તમારી પાસે શબ્દો જ નથી!
    એટલે જ કહું છું કે મારી પાસે શબ્દો નથી.

    ReplyDelete

Post a Comment

Previous Post Next Post