ભરોસો અને આત્મવિશ્વાસ બન્ને અલગ વસ્તુ છે.
ભરોસો એ કેવાય જે તમે ખુદ પોતાના પર અને બીજા પર પણ કરી શકો જ્યારે આત્મવિશ્વાસ એ આપણે
માત્ર આપણી જાત પર કરવાનો હોય છે. મારે વાત કરવી છે ખુદ પરના ભરોસા વિશેની...
‘મને મારા
ખુદ પર ભરોસો છે’ આવું
તમે ક્યારે બોલી શકો ? જ્યારે તમે દુનિયાથી કંઈક અલગ કામ કરવા જઈ રહ્યા છો ત્યારે, તમે સાચા છો અને ૧૦૦૦ માણસોની વિરુદ્ધ જવું પડે છે ત્યારે, ત્યારે તમારે આ બોલવાની કદાચ જરુર પડી શકે. બાકી જેને ગાડરિયા પ્રવાહમાં જ
ચાલવું હોય એને ખુદ પર ભરોસાની, આત્મવિશ્વાસની, હિમ્મતની, બુધ્ધિની કશાંની જરુર પડતી નથી. કારણકે ત્યાં
તો કોકની પાછળ આંખો બંધ કરીને ચાલતું જ રહેવાનું હોય છે. પહેલો રસ્તો તમને ઉચ્ચ શિખર
કરાવશે અને બીજો રસ્તો તમારું અસ્તિત્વ ભૂંસી નાખશે. માટે પડકારો નો સ્વીકાર કરી એને
ખરી લડત આપો. કારણકે જેમ જેમ પડકારોનો સામનો કરશો તેમ તેમ તમારી જાતને ચાયણી લાગશે
અને તમે તમારા ખુદના મુળ સુધી પહોચી શકશો. માટે બે પંક્તિ યાદ આવે કે,
"પોતાના પૈંડ તણો જેને ઘટમાં ભરોહો ઘણો,
ઈ હાવાજ કોઈ દી' કાઈલનું ભોજન નો સંઘરે કાગડાભાઈ"
જો તમને તમારા ખુદ પર ભરોસો નહીં હોય તો ભગવાન પર ભરોસો કંઈ રીતે કરી શકશો ? માટે પોતાના પર ભરોસો રાખવો અત્યંત આવશ્યક છે. હવે પોતાના પર ભરોસો ક્યારે આવે ? તો કે જ્યારે તમે ધારેલા અમુક નિશ્ચિત કામોમાં સફળતા મેળવી હોય ત્યારે તમને તમારી જાત પર સંપુર્ણ ભરોસો હોય એટલે તમે ભવિષ્યના કામો પણ એટલા જ ખંતથી કરશો જેથી કરીને તમારું ૫૦% કામ ‘તમારો ખુદ પરનો વિશ્વાસ’ જ કરી નાખશે. જેમ સિક્કાની બે બાજું હોય તેમ આ બાબતમાં બીજી બાજું એટલે તમે અથાગ પ્રયત્નો કર્યા હોય છતાં પરિણામ શુન્ય આવે ત્યારે વ્યક્તિ થોડો થાકી જાય છે, પોતાના પર જેટલો ભરોસો હોય એના લીરે લીરા ઉડી જાય છે. તો એનો માત્ર એક ઉપાય એ જ કે પહેલાંની જેમ જ મંડ્યા રહેવું. કારણકે સખત પરિશ્રમનો બીજો કોઈ વિકલ્પ નથી. અને આપણે સૌ જાણીએ છીએ કે કરેલું કોઈ દિવસ ફોકટ જતું નથી. એટલે સૌ પ્રથમ આપણાં પર અને પછી ઉપરવાળાં પર ભરોસો રાખી મંડી પડો.
માઈકલ જોર્ડનને આપ સૌ જાણો જ છો. આ સખ્સિયતને
પેલાં એની અપુરતી ઊંચાઈના કારણે નકારવામાં જ આવ્યો હતો. તો એણે હાર નતી માની અને પરિત્યાગ
(Give Up) કરવાને
બદલે મહેનત બમણી કરી અને પરિણામ આજે આખું વિશ્વ જોઈ રહ્યું છે. માટે એકવાર નક્કી કરો
કે હું શું છું ? અને મારે શું બનવું છે ? જો જો સફર ચાલું થઈ જશે. All the Best.
ખુબ સરસ ભાઈ આવી જ રીતે તમારું knowledge આપતા રહો. 👏👏👏
ReplyDeleteઅંતરની વેદનાને વાચા આપવાનો આ એક પ્રયાસ છે બસ..😅🤗💓🙏🙌
Deleteએક એક શબ્દ અંદર સુધી જાય છે
ReplyDeleteખુબ ખુબ આભાર...🤗💓
DeletePost a Comment