સુખ એટલે ખુશીનો પર્યાય. આજના માનવીનો મિલિયન
ડોલરનો સવાલ એટલે એ જ કે સુખી કઈ રીતે થવું ? તો પહેલી વાત તો એ કે જો તમે એમ માનતા
હો કે કોઇ બીજી વ્યક્તિ તમને સુખી બનાવી શકે તો એ માત્ર તમારી ભ્રમણા છે એટલે આનો
મતલબ એજ કે તમે પોતે જ તમારા સુખી થવા માટે જવાબદાર છો. જેમ કોઈ બાળક ભુખ્યું નથી
છતાં તમે એને ખવડાવવાનો પ્રયત્ન કરો છો તો તે નહીં જ જમે એવી જ રીતે જ્યાં સુધી
સ્વયં આપણી જાત સુખીપણાંને પચાવવા સક્ષમ નહીં હોઈ ત્યાં સુધી સુખ આપણાંથી અંતર
જાળવીને જ રહેશે કદી આપણી પાસે આવશે જ નહીં. માટે અંતરમનને પ્રફુલ્લિત રાખીને
કાર્ય કરો એટલે નાનામાં નાના કાર્યમાં પણ આનંદ આવશે.
એક
તરફ જોતા સુખ એક ‘ભ્રમ’ છે. જેમ જેમ તમે એને પકડવાનો પ્રયત્ન કરશો એમ
એમ એ પકડાશે તો નહીં પરંતુ એ તમને દુ:ખના દરીયામાં ગરકાવ કરી દેશે. માટે સુખ
જોઈતું હોય તો દુ:ખને પચાવવાની પણ તૈયારી દાખવવી પડશે. એટલે જ સુખને કેચ કરવાની
બદલે તમારી જાત જોડે મેચ કરી દો.
સુખની
વ્યાખ્યા દરેક મનુષ્ય માટે અલગ-અલગ હોય છે. કોઈને માટે પૈસો સુખ તો કોઈને માટે
બંગલો સુખ.અને વળી કોઈને માટે સંબંધો સુખની ગરજ સારે તો કોઈને માટે પરીવાર. એટલે
સુખની કોઈ નિશ્ચિત વ્યાખ્યા અપાય તેમ નથી. મારા મતે સાચું સુખ એને કહી શકાય જેનાથી તમે
બીજાંને માટે કંઈક કરી શકો,
બીજાંને મદદરૂપ થઈ શકો. કારણકે જરુતિયાતમંદને નિસ્વાર્થભાવે મદદ
કરતાં અંતરમાં જે આનંદની અનુભૂતિ થાય એ અલૌકિક જ હોય અને માનવામાં ન આવતું હોય તો
જાત- અનુભવ કરવાની છૂટ છે.
સુખ
અને દુ:ખ જીવનરૂપી સાયકલના બે પૈડા સમાન છે. બેમાંથી એક પૈડું નહી હોય તો સાયકલ ચાલવાની
જ નથી. અને આ બન્ને વસ્તુ તો જીવનના અભિન્ન ભાગ તરીકે વસેલી હોય તો જ આપણું જીવન
પુરપાટ ઝડપે ચાલે. જેમ આ જીવનમાં કોઈ પણ વસ્તુ કાયમી નથી તેમ જ આ સુખ અને દુ:ખ પણ કાયમી કેવી રીતે હોઈ શકે ? એટલે વર્તમાનની દરેક પળનો આનંદ લ્યો બની શકે એમાં જ કયાંક સુખ છુપાયેલું હોય. સુખ આવે ત્યારે છકી નથી જવાનું અને દુ:ખ આવે ત્યારે હતાશ
નથી થવાનું.
સુખ હોય કે દુ:ખ એક સુત્ર યાદ રાખવું, ‘યે દિન ભી જાયેગા.’.
Post a Comment