કોઇ વ્યક્તિના સૌથી મોટા વિરોધીનું નામ આપવું
હોય તો તે વ્યક્તિનું ‘મન’ એ હરોળમાં સૌ પ્રથમ આવે છે. વિરોધી કોને કહેવાય? તો કે જે આપણી ઉન્નતિમાં
ખલેલ પહોચાડે, અડચણરૂપ બને તેને આપણે વિરોધી કહી શકીએ. શું તમારું
મન તમે કરેલા નિશ્ચયોને આચરણમાં મૂકતાં બંડખોર બનીને તમને પિછેહઠ કરવાની ફરજ પાડે છે
? તો આ મન તમારું વિરોધી થયું. વિરોધી હોય તો એ વાત સારી પણ આપણે
તો મનનાં ગુલામ છીએ. મન કહે તે કરવાનું, મન કહે તે જ વિચારવાનું,
આવી તો અગણિત ક્રિયાઓ આપણે મનને આધીન થઈને કરતા હોઈએ છીએ.
અહીં મન માટે ‘મરકટ’ વિશેષણ ઉચ્ચારવામાં આવ્યું છે. જે કારગત રીતે તેને બંધબેસતું છે. મરકટ એટલે
વાંદરો જે ક્ષણમાત્ર પણ સ્થિર નથી રહી શકતો તેવી જ રીતે મન પણ અસ્થિર બની આપણને દિવસે
ને દિવસે વ્યાકુળ પરિસ્થિતિમાં ધકેલી દેતું હોય છે.
હવે આ મનને તાબામાં લેવું કઈ રીતે? તો તેના સહેલાં કહી શકાય
એવા બહું અલ્પમાત્ર ઉપાયો છે. તેના માટે તમારે તમારા મનના માલિક બનવું પડશે. માલિકનો મતલબ
એ નથી કે તમે સીધા તેને આદેશ આપવા માંડો બલ્કિ પહેલાં તમારે એની હા માં હા મિલાવીને
તેને ફોસલાવું પડશે. શરુઆતમાં મન વિચારે એ
જ દિશામાં વિચારો. જો મનની સામે બળ (માનસિક) નો ઉપયોગ કરશો તો વિકટ પરિસ્થિતિનું નિર્માણ
થઈ તમે તણાલ અનુભવવા લાગશો. માટે યોગ્ય સમયની પ્રતિક્ષા કરી ચાલાક મનની સામે બેવડી
ચાલાકીથી કામ કઢાવવું પડશે.
તમે મનને ત્યારે જ કાબુમાં કરી શકશો જ્યારે
તેની સુક્ષ્મમાં સુક્ષ્મ હરકત પર તમારી નજર હશે. માટે મનની છલાંગોને કાબુમાં રાખવા
તમે તેના રીંગ માસ્ટર બની જાઓ જેથી કરીને તેની દરેક છલાંગ તમારા નિર્ણયને આધીન બની
રહે.
મનને જીદે ચડતું અટકાવવાનો ઇતર ઉપાય છે પ્રાણાયામ.
નિયમિત પ્રાણાયામ શરીરને સંવાદી સ્થિતિમાં લાવે છે અને ત્યારે આ મરકટ મનને હાથમાં લેવું
સહેલું બને છે.
આમ કરવાથી મન પહેલાં તમારું વિરોધી બનશે, પછી તમે કહેશો એ સાંભળશે
અને પછી તમારું કહ્યાગરું બની જશે.
All the things that truly matter, beauty, love, creativity, joy and inner peace arise from beyond the mind.
Post a Comment