સમજાય એ ગુજરાતી ભાષામાં કહું તો આ શબ્દનો મતલબ થાશે સપનાઓ. જેમ જીવન-જરુરિયાતની વસ્તુમાં રોટી, કપડાં, મકાનનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ આપણે આ સપનાઓને આપવું જોઇએ. કારણકે જેમ આ તોતિંગ દરિયામાં નાવને જેમ ખલાસીની ગરજ સારે છે તેવી જ રીતે આ દરિયારૂપી જીવનમાં આપણી નાવને સામે પાર પહોચાડવાનું કામ આ ખલાસીરૂપી સપનાઓ કરે છે.
      તમે હાલ શું છો? અને ભવિષ્યમાં કઈ દિશામાં જવા માગો છો? તેના માટે તમારે સપના તો જોવા જ પડશે. અને અમુક લોકો સપના જોવામાં પણ કંજુસાઈ કરશે. શા માટે ભાઈ? કારણકે જ્યારે આપણે ૧૦૦% પ્રયાસ કરીએ છીએ ત્યારે આપણને ૮૦-૯૦% પરીણામ મળે છે માટે થોડા વ્યાજબી સપના જોવા. કદાચ સપનાઓને વિંધવા માટે પહેલાં તમારે પણ વિંધાવું પડે એટલે પૂરી રીતે સજ્જ રહેવું.
     સપના જોવાથી વાત પૂરી નથી થતી દોસ્ત. વાત ત્યારે શરૂ થાય છે જ્યારે જોયેલા સપના પર કામ શરૂ થાય પછી એ નાનામાં પગલું કેમ ન હોય. સફિન હાસનની વાત કરું તો ભારતનો સૌથી નાની વયનો IPS અધિકારી માત્ર ૨૨ વર્ષની ઉંમરે આ વ્યક્તિ પોતાનું IPS બનવાનું સપનું પુરું કરે છે. રોમાંચક વાત તો એ છે કે આ માણસ પોતાની સ્કુલની મુલાકાતે આવેલ કલેક્ટરશ્રીની ગાડીની લાલ બત્તીથી પ્રેરિત થઈ પોતે પણ તેમના જેવા બનવાના શોણલાં સેવી લે છે અને એ દિશામાંં યોગ્ય મહેનત કરી પોતનું સપનું સાકાર કરે છે.


     
     કહેવાય છે ને કે “ઘડિયાળ કરતાં હોકાયંત્ર વધારે ઉપયોગી છે. કારણકે કેટલો સમય ચાલ્યા એના કરતા કઈ દિશામાં ચાલ્યા તે વધું અગત્યનું છે.” એટલે સપનાઓ આપણને દિશા પ્રદાન કરવાનું કાર્ય કરે છે.
     વ્યક્તિગત રીતે સપનાઓ/શોખ વિશે મને પસંદ એવી બે લાઈન બેશક આપ ને પણ પસંદ આવશે.
“ઉંમરને હરાવી હોય તો શોખ જીવતા રાખજો સાહેબ ... સાંભળ્યું છે કે હ્રદય પર કરચલીઓ નથી પડતી.”

6 Comments

Post a Comment

Previous Post Next Post