સમસ્યાને આપણે બીજા શબ્દોમાં સંઘર્ષપણ કહી શકીએ. સમસ્યાની સરળ શબ્દોમાં સમજૂતી આપું તો, આપણને આપણી મંજીલ સુધી પહોચતાં ડગલે ને પગલે આવતી અડચણો.
     સમસ્યાનો ઉદ્ભવ ત્યારે જ થાશે જ્યારે તમે નવા પ્રયત્નો, નવા પ્રયોગો, નવી આવડત આ બધું કરવા માટે ઉત્સુક હશો. બાકી જે વ્યક્તિ પથારીવશ થઈને શેખચલ્લી માફક માત્ર વિચારો જ કરશે એ વ્યક્તિની સમસ્યા સાથે મુલાકાત ક્યારેય નહીં થાય.

     સમસ્યા ઉદ્ભવી એ આપણા માટે એક હકારાત્મક સંકેત હોય છે એટલે સમસ્યાનું સમાધાન કરવા માટે આપણને જ્ઞાનની જરુર પડશે. જો પુરતું જ્ઞાન હશે તો આ સમસ્યા નહીં તો આગળની સમસ્યા તમે જરુર હલ કરી શકશો.
     સમસ્યા આવે તો નાસીપાસ થવાને બદલે એના માટે શાંત મને વિચાર-વિમર્શ કરવાથી એનો ઉપાય જરુર મળે છે. હું અને તમે અભિનેતા નવાઝ્ઝુદીન સિદિકીના નામથી વાકેફ જ છીએ. આ વ્યક્તિને ૧૨ વર્ષ સુધી ઢંગનું કહી શકાય એવું કામ નતું મળ્યું. જો આ વ્યક્તિ ૨-૩ વર્ષ સંઘર્ષ કરીને પોતના વતન પાછો ફરી ગયો હોત તો શાયદ આપણામાંથી કોઇ નવાઝને ઓળખતા પણ ના હોત. આ ઓળખ ઉભી કરવા એમણે સતત ૧૨ વર્ષ સમસ્યાનો સામનો કર્યો હતો, ત્યારે આ દુનિયા આ નામ યાદ રાખવા મજબુર છે. કહેવાય છે ને કે, ‘દુનિયા જુકતી હે, જુકાનેવાલા ચાહિયે’.
     અંતમા માઈકલ જોર્ડન (અમેરિકન બાસ્કેટબોલ પ્લેયર) ની બે લાઈન જે તમને કંઈક નવું વિચારવા માટે જરુર મજબુર કરશે.
        “Some People Want It To Happen, Some Wish It Would Happen, Others Make It Happen”.

10 Comments

Post a Comment

Previous Post Next Post