આત્મવિશ્વાસ

     ઉપર લખેલો શબ્દ સાંભળવામાં બહું સામાન્ય લાગશે પણ સાહેબ આ ભાઈ(આત્મવિશ્વાસ) જે દિવસે આપણને મુકીને જતા રહે ને ત્યારે ખબર પડે કે રેલો કોને કહેવાય ?? સૌપ્રથમ તો આત્મવિશ્વાસની જરુર કોને પડે કે જેને આ જિંદગી સામે લડી લેવાની પ્રબળ ઈચ્છા શક્તિ હોયકંઇક કરી બતાવવાની ત્રેવડ હોય એને જરુર પડે. બાકી રાંકાવેળા જ કરવા હોય એને અને આ ભાઈને કંઈ લેવા દેવા જ નથી. વાત આત્મવિશ્વાસની થઈ રહી છે ત્યારે મને ઈશરદાન ગઢવીની બે પંક્તિ યાદ આવે છે,
                                
                                વળે નહીં કાંઈ દુનિયામાંકરે ગેંગે કે ફેફેથી,
                                ઘણીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે,
                                અને મજા કંઈક ઔર આવે દાદકાયર વેશ મૂકો તો,
                                અને કદમ બે કાળની હામાભરી લ્યો તો મજા આવે...

     આત્મવિશ્વાસ એ એક એવુ અતિથિ છે કે જેની આગતા સ્વાગતામાં કંઈ પણ કમી રાખી એટલે એ તરત જ કેશે “અપુન તો એ ચલા”. તમારે આની આગતા સ્વાગતા કરવી હોય તો નવા વિચારો એ વિચારો પર આચરણસખત મહેનતપ્રામાણિકતાનીતિમત્તાજ્ઞાનસભર જીવન આ બધાની જરુર પડશે. એટલે આ અતિથિ આ બધુ જમવા માટે ટેવાયેલા છે એટલે આ બધી વસ્તુનો બને ત્યાં સુધી બને એટલો વધુ પરિગ્રહ કરવો સારો રહેશે.

   
     હવે તમે કંઈક નવી વસ્તુ પ્રયાસ કરી રહ્યા છો તો તમને એક સૂત્ર આપું., “ Never Say Can’t, Simply Ask How ?” તમારા અંતરમનમાં આ પ્રશ્ન ગયો એટલે સમજી લ્યો તમે નકારાત્મક વિચારશૈલીમાંથી સીધા જ હકારાત્મક વિચારશૈલી તરફ ડગ માંડી દીધી. અને આપણે અમુક ક્ષેત્રમાં પ્રયાસ કરતા કદાચ એટલે પણ ખચકાતા હોઇએ છીએ કે આપણે નિષ્ફળ ગયા તો તો શું તો કશું નહી. કાં તો આપણે જીતશું, કાં તો આપણે શીખશુંપણ હારશું કદી નહી.
     હવે આ બધું કરવા છતાં પણ હતાશા રહે છે ખુદ પર આત્મવિશ્વાસ નથી તો તમારે જરુર છે "સ્વ-નિરિક્ષણની". હા તમારી જાતનું નિરીક્ષણ કરો અને વિચારો મારે મારામાં ક્યાં બદલાવ લાવવાની જરુર છે હું કઈ દિશામાં જવા માંગુ છું તમારા મનને અઢળક સવાલો પુછો હા મનને જ કારણકે તમારી આ હાલત કરવામાં એનો જ મોટો ફાળો રહ્યો હશે. અને એને જવાબ પણ આપવા પડશે બસ તમારે થોડું સખ્ત રહેવું પડશે. અંતમાં એટલું જ કે કોઈની સાડાબારી રાખ્યા વગર જેમ વંટોળિયો આખા રણને ઘમરોળી નાખે છે તેમ તમે પણ સક્ષમ છો દુનિયાના કોઈ પણ ક્ષેત્રને ઘમરોળવા એટલે મંડી પડો.

Post a Comment

Previous Post Next Post