વિચારોનું વાવાજોડું જ્યારે ફૂંકાય ત્યારે તે ભલભલાને ભીંજવી નાખે છે. માટે જરુરી છે કે અંદરની કોર દિવાલો જલરોધક (વોટરપ્રૂફ) હોય. નહીંતર દિવાલો પોલી અને નબળી પડશે અને સમય જતાં વ્યક્તિને ભાંગીને ભુક્કો કરી નાખશે.
        પરોક્ષ રીતે વાત કરવી છે તણાવ વિષે. નકારાત્મક વિચારોથી તણાવનું નિર્માણ સૌથી વધુ પ્રમાણમાં થતું હોય છે. અને એ વાત ૧૦૦% માનવી જ રહી કે આપણે જે કંઈ પણ વિચારીએ છીએ તેનો સંપૂર્ણ પ્રભાવ આપનાં સ્વભાવ પર પડે છે. એટલે જ કહેવાય છે ને કે જેવું વિચારો તેવું આચરણમાં મુકાય. તો શા માટે નબળું વિચારવું જ જોય ? એટલે તણાવમુક્ત જીવન માટે હકારાત્મક જીવનશૈલી અત્યંત આવશ્યક છે. જેમ પત્થર પર સતત પડતું નાનું એવું પાણીનું ટીપું પણ લાંબા ગાળે પત્થર પર તિરાડ પાડવા માટે સક્ષમ છે તેમ જ જો નકારાત્મક વિચારોનો મારો સતત ને સતત આપણી પર થતો રહેશે તો એક દિવસ એવો આવશે કે અંદર તિરાડ પડી જશે અને એ તિરાડ માટે એવું એક પણ સોલ્યુશન નથી બન્યું જે એને પુન: જોડી શકે, એટલા માટે આગમચેતી રાખવી જ રહી.


        ડરેલાં વ્યક્તિને પણ તણાવનો શિકાર બનતાં વાર નથી લાગતી. માટે આપણે ડરને પણ તણાવનું લક્ષણ ગણાવી શકીએ. ડરની વિસ્તૃત વ્યાખ્યા આપવામાં આવે તો ડર બીજું કશું જ નહીં માત્ર ને માત્ર ભ્રમ જ છે. નાનું ઉદાહરણ આપું તો બાળપણમાં આપણાં પિતા આપણને સાઈકલ સિખવતા ત્યારે શરૂઆતમાં એ એમનો ટેકો મુકી ના દે એનો ડર આપણને સતત સતાવતો પછી ધીમે ધીમે આપણને બે-ધ્યાન કરી એમનો હાથનો ટેકો લઈ લેતા પણ આપણને એમ જ હોય કે એમનો સપોર્ટ છે પણ આપણને નિર્ભીક બનાવવા માટે એ એમનું સાહસ હોય છે. એ જ ક્ષણથી આપણે સાઈકલ ચલાવવા ને માટે નિર્ભયી બની જઈએ છીએ. માટે જીવનના દરેક મોડ પર થોડું સાહસિક આપડે પણ બનવું પડશે. જેમ સાઈકલ સિખવવા માટે પિતાનું પ્રોત્સાહન હતું તેમ જીવનના અલગ અલગ ક્ષેત્રોમાં પગલાં ભરવાં માટે આપણને પરિવારરૂપી, મિત્રરૂપી, ગૂરૂરૂપી પ્રોત્સાહનની જરૂર પડશે. એટલે નીચેનાં શબ્દોને વારંવાર વાગોળતા રહો અને ફતેહ કરો. કારણકે મંજિલ હવે દુર નથી.
                                 
                            જીવન દો હૈ, એક જો મિલા હૈ,
                                          દુસરા જો બનાના હૈ...

10 Comments

Post a Comment

Previous Post Next Post